મોરબીમાં ધામેચા સોંલકી પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ધામેચા સોંલકી પરિવાર દ્વારા કડિયા શેરી હવેલી પાસે આવેલ મેલડી માતાજી મંદિર ખાતે આજે નવા વર્ષમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધામેચા – સોલંકી પરિવાર -મોરબી તેમજ બહારગામના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમ્યાન મોરબી- માળીયાના લોક ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્તિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પરિવારના વડીલો થકી તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલું હતું. અને સર્વ ધામેચા સોલંકી પરિવારે સાથે 250થી વધારે લોકોએ સ્નેહ મિલન સાથે મહાપ્રસાદ લીધો હતો.

- text

- text