ઉત્તરાખંડની સૌથી મોટી કૃષ્ણાયન ગૌશાળામાં ગોપાષ્ટમી નિમિત્તે ગોદાન અને ગાયની પૂજા ઓનલાઇન કરી શકાશે
મોરબી : હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને એટલે જ આપણે ત્યાં ગૌપૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. એટલું જ નહીં, સમગ્ર વર્ષ દરમિયાન એવાં અનેક ઉત્સવો આવે છે, કે જે દિવસે ગૌપૂજનનું મહત્વ અનેકગણું વધી જાય છે. જેમ કે, બોળચોથ, વાઘબારસ તેમજ ગોપાષ્ટમી. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા વનમાં ગયા હતા. કારતક સુદી અષ્ટમીની તિથિને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
ગાય માતાનો મહિમા
વૈદિક સનાતન ધર્મમાં ગાયને માતાના સમકક્ષ સન્માનજનક સ્થાન પ્રાપ્ત છે. ગાય સદૈવ કલ્યાણકારી તથા પુરુષાર્થની સિદ્ધિ પ્રદાન કરે છે. માનવ જાતિની સમૃદ્ધિ ગાયની સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. ગાય દૈવિક, દૈહિક અને ભૌતિક દુઃખો એમ ત્રણેય પાપોના નાશ કરવા સક્ષમ છે. જેના કારણે અમૃત તુલ્ય દૂધ, દહીં, ઘી, ગૌ- મૂત્ર તથા ગોબર જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રદાન કરતી ગાયને શાસ્ત્રોમાં સર્વ સુખપ્રદા કહેવાઈ છે. ગાય ઉર્જાનો સ્ત્રોત છે. ગામની અર્થ વ્યવસ્થામાં ગાયની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિજ્ઞાન અને કોમ્પ્યુટરના યુગમાં પણ ગૌમાતાની મહત્તા યથાવત જ રહેલી છે. એક ગૌમાતા એક પૂરા પરિવારનું ભરણપોષણ કરી શકે છે. બિમારીઓના ઈલાજ માટે ગૌમૂત્રમાંથી જૂદી જૂદી દવાઓ બનાવવામાં આવે છે. એક માન્યતા છે કે ગોપાષ્ટમીના દિવસે ગાયના નીચેથી સરકવાથી મોટું પુણ્ય મળે છે.
ઉત્તરાખંડની સૌથી મોટી કૃષ્ણાયન ગૌશાળા
શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા ઈવમ ગૌલોક ધામ સેવા સમિતિ’ ભારતની દેશી ગાયોની સૌથી મોટી ગૌરક્ષા શાળાઓ પૈકી એક છે. જેમાં બીમાર, નિરાધાર અને રખડતી દેશી ગાયો અને બળદોનું રક્ષણ કરવામાં આવે છે, પાલન પોષણ કરે છે અને આશ્રય આપે છે, જેમાં અનેક ગાયો અને બળદ એવા છે, જેને માલિકોએ ત્યજી દીધા છે અથવા કસાઈઓથી બચાવ્યા છે. આ ગાયોને કપરી પરિસ્થિતિમાંથી ગૌશાળામાં લાવવામાં આવ્યા છે. આ ગૌશાળાનું સંચાલન સંતો દ્વારા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ ગૌશાળા હરિદ્વારમાં વર્ષ 2010માં માત્ર 11 ગાયો સાથે શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વિવિધ સ્થળોએ 21,000થી વધુ ગાયો અને બળદોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. આજે ગોપાષ્ટમી નિમિત્તે બપોરે 12 વાગ્યાના સુમારે ગુરુદેવના સાંનિધ્યમાં ગાય પૂજન, ગોદાનના કાર્યક્રમ વગેરે યોજાશે. ત્યારબાદ પૂજા, ભજન અને સત્સંગ પછી 4 વાગ્યે ગૌશાળામાં પ્રસાદ ગ્રહણ કરી શકાશે. ગોપાષ્ટમી નિમિત્તે ગોદાન અને ગાયની પૂજા ઓનલાઇન કરવી હોય તેમણે મો.નં. 78746 94500 પર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે www.krishnayangauraksha.org માટે વેબસાઈટની મુલાકાત કરી શકાશે.