- text
મોરબી : મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ થવામાં જહેમત ઉઠાવનાર પૂર્વ મંત્રી અને ધારાસભ્યોનો મોઢું મીઠું કરાવીને સન્માન કરી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે.
ગુજરાતની સરકારની તા.૬/૧૦/૨૦૨૪ કેબિનેટ બેઠકમાં ૨૦૦૫ પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો. જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રેભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પ્રવક્તા ઋષિકેશ ભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો છે.
ઉપરાંત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી તમામ શિક્ષકો અને કર્મચારીઓ વતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પૂર્વ મંત્રી ગુજરાત સરકાર બ્રિજેશભાઈ મેરજા કે જેઓ કર્મચારીઓ માટે સરકાર દ્વારા બનાવેલ સમાધાન માટેની કમિટીના સભ્ય હતા અને બ્રિજેશભાઈ મેરજાના મંત્રી પદ વખતે જૂની પેન્શન યોજના પુન: પ્રસ્થાપિત કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો એ તમામને આભાર પત્ર અર્પણ કરી મોં મીઠા કરાવી ઋણ સ્વીકાર કર્યો હતો અને આજ રીતે વર્ષ:-2005 પછી ફરજમાં દાખલ થયેલા કર્મચારીઓને જૂની પેંશન યોજના દાખલ કરવા અનુરોધ પણ કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text