- text
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખનો નગરપાલિકા સત્તાધીશોને ખુલ્લો પત્ર : વિપક્ષ તરીકે કોંગ્રેસને જવાબદારી સોંપવા કરાઈ માંગ
મોરબી : મોરબીમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી તેમજ સ્વચ્છતા અને ગંદકીને લઈને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલીકાની કે જેમાં મોરબી શહેરમાં આપણાં દિવાળી જેવા મહત્વનાં તહેવારોમાં પણ મોટા ભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હતી જે આજે પણ બંધ છે. અને જ્યારે હું આજે મોરબી નગરપાલીકાની મુલાકાતે ગયો તો માલુમ પડ્યું કે સ્ટ્રીટ લાઈટ લગાવવા માટેનાં જે વાહનો છે તે પાર્કિંગમાં કોઈને કોઈ ખામીનાં હિસાબે ધુળ ખાઈ રહ્યા છે..? તો શું મોરબીનાં લોકોનાં ટેક્સનાં પૈસાનો સદઊપયોગ આ પાલીકાનાં વહીવટદારો નહીં કરી શકે…? શું નગરપાલીકાનાં સત્તાધીશોને લોકોની ચિંતા નથી…? ગટર સાફ કરવાનાં જેટીંગ મશીન પણ બંધ છે…? દિવાળી પહેલા નવી આવેલી સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે પાલીકાનાં તંત્રને શું હજું સમય નથી મળ્યો…? માટે કડક અને સ્વચ્છ છબીનો વટ પાડતા અધિકારીઓને લોકોની મહેનતનાં પૈસાનો સદઉપયોગ કરતા શીખવાડવું પડશે…? જો તમે લોકોનાં પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકતા હો તો મહેરબાની કરીને મોરબી નગરપાલીકાને નામ બદલાવી મોરબી ગ્રામ પંચાયત કરો અથવા વિપક્ષ તરીકે અમને જવાબદારી આપો તો મોરબીમાં વિપક્ષ યોગ્ય કામ કરવાની જવાબદારી લેવા તૈયાર છે.
- text
- text