ટંકારા મામલતદાર કચેરીમાં કલેકટરનું સરપ્રાઈઝ ચેકીંગ : 7 કર્મચારીઓ ગેરહાજર, ખુલાસો મંગાયો

- text


 

મહિનાના પ્રથમ શનિવારે સરકારે રજા જાહેર કરી આજે બીજા શનિવારે ચાલુ દિવસ રાખ્યો હોય, કલેકટર તપાસ અર્થે કચેરીએ પધાર્યા

ટંકારા : ટંકારા મામલતદાર કચેરીએ જિલ્લા કલેકટરે આજે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 7 કર્મચારીઓ ગેરહાજર મળી આવતા તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દિવાળીના પર્વને ધ્યાને લઈને મહિનાના પ્રથમ શનિવારે સરકારે રજા જાહેર કરી હતી. જેના બદલે આજે બીજા શનિવારે ચાલુ દિવસ રાખવામાં આવ્યો હતો. જેથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે ટંકારા મામલતદાર કચેરી ખાતે સર્પ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન એટિવીટી, જન સુવિધા કેન્દ્ર, ઈ- ધરા સહિતના કેન્દ્ર ઉપર જાત તપાસ હાથ ધરી હતી. મુવમેન્ટ રજીસ્ટરમાં એન્ટ્રી ન હતી. એવા સાત કર્મચારીઓને ખુલાસો નોટિસ આપી મામલતદાર ટંકારાને રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

- text

- text