- text
મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ દ્વારા આજ રોજ મોરબી ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન ઉમીયા આશ્રમ શનાળા રોડ ખાતે આવેલી ગૌશાળામાં ગાય માતાનું પુજન કરી ગાય માતાને ગોળ અને લીલું નીરણ ખવડાવવામાં આવ્યું હતુ. તથા ગાય માતાની પ્રદક્ષિણા પણ કરવામાં આવી.
મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગનો કાર્યક્રમ કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમી આ દિવસ બે ઘટનાઓથી જોડાયેલો છે. જેમાં પહેલી ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધનપૂજાનો પ્રારંભ કરાવ્યો. તથા બીજી ઘટના એટલે ભગવાન છ વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાયની પરાણે આજ્ઞા લઇ કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે જંગલમાં ગાયો ચરાવવાનો ગૌ લીલાનો પ્રારંભ કરી ભગવાન કૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા એટલે આ દિવસથી ગોપાષ્ટમી તરીકે ઉત્સવ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે.
- text
- text