- text
મોરબી : મોરબીમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રીના અંધકારમાં લુંટફાટ, એક્સ્ટડન્ટ ચોરી જેવી ઘટનાઓ બને છે. ત્યારે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી લાઈટો નાખવા તથા મોરબીની નદીનો બેઠો પુલની કેમેરાની લાઈટો નાખવા અંગે સામાજિક કાર્યકરો દ્વારા મોરબી ચીફ ઓફિસર, કલેક્ટર અને મોરબી માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી પાડાપુલની 30 થી 35 સ્ટ્રીટ લાઈટો બંધ છે. તેમજ છેલ્લા 2-3 મહિનાથી બેઠાપુલની લાઈટો પણ બંધ છે. આ ઉપરાંત વિસી ફાટકથી નવલખી ફાટક સુધીની તમામ લાઈટો બંધ છે. ટાઉનશીપ રોડ પર આવેલ સ્મશાન સુધી, નજરબાગથી રેલવે સ્ટેશન સુધી, વિસીપરા રોડ, શનાળા રોડ, લીલાપર રોડ, લાતી પ્લોટ તેમજ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે. જેના કારણે એક્સિડન્ટ, ચોરી અને લૂંટફાટના બનાવો બનવાનો ભય છે. ત્યારે તાત્કાલીક ધોરણે આ તમામ વિસ્તારોમાં લાઈટ ચાલુ કરવા પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે.
- text
- text