મોરબીમાં ડાયાબિટીસ નિવારણ માટે તા.૧૪થી વિશેષ યોગ કેમ્પ

- text


૧૫ દિવસના યોગ કેમ્પમાં જોડાવવા માટે તા.૧૦ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે

મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૪ થી ૨૮ નવેમ્બર દરમિયાન ૧૫ દિવસનો ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાનાર છે.

આ કેમ્પ સરસ્વતી શીશુ મંદિર, નવા બસ સ્ટેશન સામે, શનાળા રોડ, મોરબી ખાતે સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦ સુધી યોજાશે. આ યોગ કેમ્પમાં દરરોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે. કેમ્પના ૧૫ દિવસ દરમ્યાન પરિણામોને ધ્યાનમાં રાખી કાર્ય થશે જેથી ડાયાબિટીસમાં રાહત થઈ શકે અને મેડિકલ ટીમ દ્વારા નિઃશુલ્ક પરીક્ષણ પણ કરવામાં આવનાર છે.

- text

કેમ્પમાં ભાગ લેનાર વ્યક્તિ દીઠ ટોકન ચાર્જ રૂપે રૂ.૧૦૦ શિબિર સ્થળે પ્રથમ દિવસે આપવાના રહેશે.વહેલા તે પહેલા ના ધોરણે ફ્કત ૧૦૦ વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવનાર હોઈ વહેલી તકે રજીસ્ટ્રેશન કરી ડાયાબિટીસ નિવારણ યોગ શિબિર માં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાકીદ કરાયેલ છે.વધુ માહિતી મો. 9979383797 રૂપલબેન શાહ, મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવેલ છે.

શિબિરમાં જોડાવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન નીચે આપેલ લિંક દ્વારા તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધી કરી શકાશે.

https://forms.gle/8RecmopcaqgcsCrZ9

- text