- text
મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા ત્રણ લેબોરેટરી ટેક્નિશિયનની બદલી થતાં આરોગ્ય લેબ ટેક કર્મચારી મંડળ- મોરબી (સુચિત) દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આરોગ્ય લેબ ટેક કર્મચારી મંડળ- મોરબી (સુચિત) દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, લેબોરેટરી ટેક્નિશિયન તરીકે વાંકાનેરના મેસરિયા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મલય ચાવડાની જાહેર હિતાર્થે હળવદના માથક આરોગ્ય કેન્દ્રમાં, હળવદના માથક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હરિલાલ ભુડીયાની મયુરનગર આરોગ્ય કેન્દ્રમાં જાહેર હિતાર્થે અને મયુરનગર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રોનકભાઈ ડેરવાળીયાની સ્વ વિનંતી/ મેસરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. આમ બે લેબ ટેક્નિશિનયની કાર્યાલય આદેશથી બદલી કરાઈ છે જે અન્યાય થયો છે અને અન્ય એક કર્મચારીની સ્વ વિનંતીથી બદલી કરાઈ છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આ બદલી આદેશ વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે તેવી કર્મચારી મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. જો આદેશ રદ નહીં થાય તો તમામ લેબોરેટરી કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું તેમ જણાવાયું છે.
- text
- text