- text
હજુ તા.10 સુધી રજિસ્ટ્રેશન ચાલુ, તા.11થી મગફળીની ખરીદી શરૂ થશે : સૌથી ઓછું માળિયા અને વાંકાનેરમાં રજિસ્ટ્રેશન
મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 8308 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન ટંકારા તાલુકામાંથી થયું છે. જ્યારે સૌથી ઓછું માળિયા અને વાંકાનેર તાલુકામાં થયું છે.
રાજ્યમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવવાના છે. રાજ્યમાં વેચાણ માટે 3.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ઓનલાઇન નોંધણી માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ છે.
મોરબી જિલ્લામાં ગત તા.4ની સ્થિતિએ હળવદ તાલુકામાં 2267, માળિયા તાલુકામાં 16, મોરબી તાલુકામાં 543, ટંકારા તાલુકામાં 5388 અને વાંકાનેર તાલુકામાં 94 મળી કુલ 8308 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- text
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા રૂ. 1356 પ્રતિ 20 કિલોના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવનાર છે. મોરબી તાલુકા માટે મોરબી માર્કેટ યાર્ડ તથા હળવદ તાલુકા માટે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. ટંકારામાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન વધુ હોય ત્યાં પણ ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવનાર છે. તેવું જાણવા મળ્યું છે.
- text