મોરબી પાલિકામાં સર્વરના ધાંધિયાના કારણે જન્મ-મરણના દાખલા કઢાવવામાં હાલાકી

- text


મોરબી નગરપાલિકામાં અવાર નવાર સર્વર ડાઉન થઈ જતાં અરજદારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે પણ નગરપાલિકામાં સર્વરના ધાંધિયાના કારણે જન્મ-મરણના દાખલા કાઢવામાં મુશ્કેલી ઉભી થઈ છે. આજે અડધી કલાકથી સર્વર ડાઉન હોય અરજદારોને પરેશાની થઈ રહી છે.

મોરબી પાલિકા કચેરીમાં સર્વર બંધ થઈ જતાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. એક દાખલો કાઢવા માટે 5-10 મિનિટનો સામાન્ય રીતે સમય લાગતો હોય છે પરંતુ સર્વરના ધાંધિયાના કારણે હાલ એક દાખલો કઢાવવા અડધી-પોણી કલાક જેટલો સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત જન્મના દાખલામાં સુધારા-વધારા કરાવવા માટે પણ મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. તેઓને પણ સુધારા-વધારામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જન્મ-મરણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે અમે અનેક વખત ઉપર રજૂઆત કરી છે.

- text

- text