મોરબી શહેર – જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ અને પીધેલા ઉપર તવાઈ

- text


મોરબી, માળીયા મિયાણા, વાંકાનેર, હળવદ અને ટંકારામા 15 કેસ 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ અને દારૂ પી બકવાસ કરતા તત્વો ઉપર ધોસ બોલાવી છેલ્લા 24 કલાકમાં 15 કેસ કર્યા હતા. મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તાર સિવાયના તમામ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ નસેડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી શહેર જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર બોલાવવામાં આવેલ ધોસ અન્વયે સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 5, ટંકારામા 1, વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં 5, માળીયા મિયાણામાં 1, મોરબી તાલુકામાં 3 અને હળવદ પોલીસે અલગ અલગ 5 દરોડા પાડી નસીલો ધંધો કરતા તેમજ નશો કરી તોફાન કરતા તત્વો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text