મોરબીના જલારામ મંદિરે એસટી વિભાગના મહિલા કર્મીઓના હસ્તે કેક કટિંગ કરાયું

- text


જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે પ્રભાતધૂન, અન્નકૂટ, મહાઆરતી, કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી જિલ્લામાં જલારામબાપાની 225મી જન્મજયંતી નિમિત્તે જલારામ મંદિર મોરબી ખાતે વહેલી સવારથી વિવિધ ઉજવણીઓ શરૂ થઈ હતી. જેમાં પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન અને એસ. ટી. વિભાગના મહિલા કર્મચારી દ્વારા કેક કટિંગ કરીને ત્યારે બાદ મહાઆરતી અને મહાપ્રસાદથી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે ઉલ્લેખનીય છે કે જલારામ મંદિર દ્વારા દર વર્ષે આ સમાજના વિશેષ વ્યક્તિત્વ જેવા કે વૃદ્ધાશ્રમના વૃદ્ધ, અનાથ આશ્રમના બાળકો, મનોદિવ્યાંગ બાળકો, પી. જી. વી. સી. એલ. ના કર્મચારી, ફાયર વિભાગના ફાયર ફાઈટર અને એ મુજબ પ્રવર્તમાન વર્ષે એસ. ટી. વિભાગના મહિલા કર્મચારી નિધિબેન રાઠોડ (કંડકટર), ઝલક પટેલ (ક્લાર્ક), દિવ્યાબેન સરવૈયા (કંડકટર), ગાયત્રીબેન દાણીધારિયા (કંડકટર), પૂજાબેન રાઠવા (એસ. ટી. કર્મચારી), કાળીબેન રાઠવા (એપ્રેન્ટિસ) દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ડી.એલ. ઝાલા ( એસ. ટી. પ્રમુખ ) બકા મહારાજ ( એસ. ટી. સુપરવાઇઝર ) ની સાથે રત્નેશ્વરીદેવી તથા મોરબી જિલ્લાના વિવિધ સંસ્થાના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text