જય જલિયાણના નાદ સાથે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


ખાસ રથ, બુલેટ સવાર બહેનો અને કેસરીયા ધ્વજ સાથે મુખ્યમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી

મોરબી : મોરબીમાં 225મી જલારામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

આ શોભાયાત્રા જલારામ પ્રાર્થના મંદિરથી શરૂ થઈ જુના બસ સ્ટેન્ડ, નહેરૂગેઇટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, ચકિયા હનુમાન મંદિર, લોહાણા વિદ્યાર્થી ભુવન, રામ ચોક, સરદારબાગ ( કેક કટિંગ), નવા બસ સ્ટેન્ડ બાપા સીતારામ ચોકે વિરામ પામી હતી. ખાસ રથ, બુલેટ સવાર બહેનો અને કેસરીયા ધ્વજ સાથે મુખ્યમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબી ખાતે વહેલી સવારથી વિવિધ ઉજવણીઓ શરૂ થઈ હતી. જેમાં પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન અને એસ. ટી. વિભાગના મહિલા કર્મચારી દ્વારા કેક કટિંગ કરીને ત્યારે બાદ મહાઆરતી અને મહાપ્રસાદથી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text