ડાબા પડખામાં ખુબજ દુખાવો તેમજ ઠંડી અને તાવથી દર્દી પીડાતા હતા, યુરોલોજિસ્ટ ડો. કેયૂર પટેલે નિદાન કરતા કિડનીમાં ચેપ હોવાનું સામે આવ્યું હતું, બાદમાં આયુષમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરાયું
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કિડનીમાં ચેપથી પીડાતા દર્દીની સફળ સારવાર આયુષ હોસ્પિટલમાં આયુષમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે. વર્ષોથી પીડાતા આ દર્દી હાલ સ્વસ્થ હાલતમાં છે. જેથી તેઓના પરિવારે તબીબોનો આભાર પણ માન્યો છે.
મોરબી જિલ્લાના 41 વર્ષના સરદાબેન મુંઢવા નામના દર્દીને સતત 5 દિવસથી ડાબા પડખામાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો. 2 દિવસથી તીવ્ર ઠંડી અને તાવ આવી ગયો હતો. તેઓ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં આવ્યા દર્દીની સિટી સ્કૅનની તપાસ કરતાં ખબર પડી કે ડાબી કિડનીમા રસી થઈ ગયા હતા. અને ડાબી કિડનીની નળીમાં 13MMની પથરી ફસાઈ ગઈ હતી.
આયુષ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ ડો. કેયૂર પટેલના કેહવા પ્રમાણે દર્દીને છેલ્લા 3 વર્ષ થી 13MMની પથરી ડાબી કિડનીની નળીમાં હોવાનું જણાયું હતું. જેથી દર્દીને વારંવાર ડાબા પડખામાં દુખાવો પણ થયેલ હતો. અને દર્દીને રાજકોટની કોઈ હોસ્પિટલમાથી પથરી તોડવાની સલાહ પણ આપેલ હતી. દર્દી ની બેદરકારીના કારણે દર્દીએ સચોટ નિદાન કરાવ્યુ નહીં અને દેસી નુસ્ખાઓ પર ધ્યાન આપ્યું હતું. જેથી તેમણે દુખાવામા રાહત મળતી પણ પથરી નીકળી નહીં અને કિડનીમા પથરીના કારણે ચેપ લાગવાથી કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. જેની પુષ્ટિ DTPA સ્કૅન દ્વારા કરવામાં આવી હતી.
આ બધુ દર્દીને સમજાવ્યા બાદ તેમણે નેફેરેક્ટોમિ (કિડની કાઢવાનું ઓપરેશન ) માટે તૈયાર હતું , ત્યાર બાદ ડાબા પડખાંમા કાપો મૂકીને કિડની કાઢવામા આવી છે. અત્યારે દર્દી એકદમ સ્વસ્થ છે. દર્દીએ ડોક્ટર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. દર્દીની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રીમા કરવામાં આવી છે.