- text
મોરબી : રાજ્ય સરકારના દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યના ૨ દિવ્યાંગ નાગરિકો લગ્ન કરે તો રૂ. ૫૦,૦૦૦/- + ૫૦,૦૦૦/- લેખે કુલ રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગ નાગરિકની સાથે જો સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો તેમને રૂ. ૫૦,૦૦૦/- ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ આજીવન એકવાર જ આપવામાં આવે છે. લગ્ન કર્યાની તારીખથી ૨ વર્ષની અંદર ઉક્ત યોજનાનો લાભ મળવાપાત્ર બને છે.
આ યોજના હેઠળ અરજી કરવાની શું પ્રક્રિયા છે ??
(૧) લગ્ન કરનાર કન્યાની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને કુમારની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
(૨) અરજદાર જે જિલ્લાનો હોય તે જિલ્લામાં જ અરજી કરવી.
(૩) esamajkalyan.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
અરજી પત્રક સાથે જોડવાના થતા પુરાવા :
(૧) લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
- text
(૨) ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવું ડૉક્ટરનું સર્ટીફિકેટ.
(૩) આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ.
(૪) જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર.
(૫) ૨ નંગ પાસપોર્ટ સાઈઝના ફોટોઝ.
(૬) લગ્ન કરેલા યુગલનો સંયુક્ત ફોટો (પોસ્ટકાર્ડ સાઈઝ)
(૭) દિવ્યાંગ એસ.ટી.બસ પાસની નકલ
(૮) રેશન કાર્ડની નકલ
(૯) બેંક ખાતાની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ્દ કરાયેલો ચેક..
આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જન સેવા કેન્દ્ર, જિલ્લા કલેકટર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સંપર્ક સાધી શકાશે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નવા જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર ૫, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.
- text