- text
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી
મોરબી : મોરબી શહેર જિલ્લામાં અનેક સ્થળોએ સરાજાહેર બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે અને બાળ મજૂરી અટકાવવાની જેમની જવાબદારી છે તેવી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની નિષ્ક્રિયતા વચ્ચે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા જાંબુડિયા નજીક આવેલ હોટલમાં દરોડાની કાર્યવાહી કરી બાળ શ્રમિકને મુક્ત કરાવી બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીને આધારે જુના જાંબુડિયા ગામ નજીકન આવેલ હોટલ મઢુંલી રામદેવમા દરોડો પાડતા હોટલમાં બાળ કિશોર શ્રમિકને કામે રાખી રાત્રી દરમિયાન પણ બાળ શ્રમિક પાસે ટેબલ સફાઈ, સાફ સફાઈ, રસોઈ બનાવવામાં મદદ કરવી સહિતના કામ કરાવી શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવતા રાજસ્થાનના વતની એવા હોટલ સંચાલક ભીમારામ હિંદુરામ ખારા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
- text
ઉલ્લેખનીય છે કે, હોટલમાં કામે રાખનાર રાજસ્થાની સંચાલક દરરોજના રૂપિયા 300 આપી બાળ કિશોર પાસે હોટલ ખુલે ત્યારથી હોટલ બંધ થાય ત્યાં સુધી કામ કરાવતો હતો અને છેલ્લા એક વર્ષથી રાજસ્થાનના વતની બાળ કિશોરને કામે રાખ્યો હોવાનું સામે આવતા બાળ કિશોરને મુક્ત કરાવી બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.
- text