નર્મદાની મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલમાંથી કાલે ગુરૂવારથી પાણી છોડાશે

- text


માળિયા બ્રાન્ચમાં પણ પાણીનો વધુ પ્રવાહ છોડાશે : ધારાસભ્ય પ્રકાશ વરમોરાની રજૂઆત સફળ નીવડી

હળવદ : હળવદમાંથી પસાર થતી નર્મદાની મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી લઈને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રજુઆત કરી છે. જે સફળ નિવડતા હવે આવતીકાલે ગુરુવારથી માળિયા બ્રાન્ચની કેનાલમાં પાણીનો પ્રવાહ વધારી દેવામાં આવશે. જ્યારે મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલમાં બંધ કરી દેવામાં આવેલું પાણી ફરી શરૂ કરવામાં આવશે.

છેવાડાના ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે હાલાકી પડી રહી હતી. ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલ 15 દિવસથી બંધ હતી. ખેડૂતોની માંગ ધ્યાને લઇ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પણ રજુઆત કરી હતી કે રાજયમાં ચાલુ વર્ષે ઓગષ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆતમાં થયેલ ભારે વરસાદના કારણે હળવદ – ધ્રાંગધ્રા વિસ્તારમાં પાકનો નાશ થયેલ અને ખેડૂતોને ખુબ નુકશાન થયેલ છે. હાલમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવેલ છે. ખેડૂતોએ વાવેલ શિયાળુ પાક માટે પાણીની જરૂયાતો હોવાથી આગેવાનો અને ખેડૂતોએ નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા મને રજૂઆત કરેલ છે. હાલમાં નિગમ દ્વારા શિયાળુ પાક માટે પાણી આપતા પહેલા પાણીનો વસૂલી કર (પીઆઓ) લઇને પાણી આપવા જણાવેલ છે.

- text

પરંતુ હાલમાં શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી પાણીનો વસૂલી કર (પીઆઓ) વસૂલ કર્યા પહેલા તાત્કાલિક પાણી છોડવા આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરેલ છે. આમ, ખેડૂતોની રજૂઆત ધ્યાને લઈ કેનાલોમાંથી ખેડૂતોને પાણીનો વસૂલી કર (પીઆઓ) વસૂલ કર્યા પહેલા તાત્કાલિક પાણી છોડવા મારી ભલામણ છે. આ રજૂઆતને ધ્યાને લઇ સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ દ્વારા આવતીકાલથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text