આને કહેવાય ગુરૂદક્ષિણા…બગથળાની શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું અનાવરણ 

- text


ગામને શિક્ષિત બનાવવામાં સિંહફાળો આપનાર ભૂતપૂર્વ શિક્ષકની સ્મૃતિ અને સન્માનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું પ્રેરણાદાયી કાર્ય

મોરબી : બગથળા ગામની શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે જેઓએ શિક્ષણની જ્યોત પ્રગટાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો હતો. તેમની સ્મૃતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની પ્રતિમા બનાવી તેનું શાળામાં અનાવરણ કર્યું છે.

- text

મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાએ 1957થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તેઓ શિસ્તના આગ્રહી, કર્મનિષ્ઠ શિક્ષક હતા. બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. નિવૃત્તિ બાદ પણ તેઓએ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી ફરજ બજાવી હતી. રાજ્યપાલના હસ્તે તેઓને આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. તેમની કાયમી સ્મૃતિરૂપે ભૂતપૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી ભૂતપૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું છે.

- text