મોરબીમાં સાણંદીયા પરિવારે કીડીયારું પૂરીને પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મૂળ બીલીયા ગામના વતની અને હાલ મોરબી રહેતા વિનોદભાઈ સુખદેવભાઈ સાણંદીયાએ કીડીયારું પૂરીને પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. વિનોદભાઈ અને તેમના પત્ની સુમીતાબેન સાણંદીયાએ પુત્રના જન્મદિવસે 51 નાળીયેરમાં કીડીયારું ભરીને 51 અલગ અળગ જગ્યાએ જંગલમાં ખાડા ખોદીને આ નાળીયેર દાટી દીધા હતા અને બાવળ અને બોરડીના ઝુંડમાં મૂક્યા હતા. આ કીડીયારું પૂરવાથી 51 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહેશે. આમ સાણંદીયા પરિવારે પુત્રના જન્મદિવસે જીવદયાનું કામ કરીને અન્ય લોકોને પણ આ પ્રકારે ઉજવણી કરવા પ્રેરણા પૂરી પાડી છે.

- text