- text
કપાસનો ભાવ 1300 થી 1516 સુધી, જ્યારે મગફળીનો 875 થી 1195 રૂપિયા સુધી રહ્યો
હળવદ : દિવાળીની રજાઓ બાદ નવા વર્ષમાં આજે લાભ પાંચમથી હળવદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું છે.નવા વર્ષના પ્રારંભે જ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે.તેની સાથે સાથે વરીયાળી, એરંડા, ઘઉં, તલ, ધાણા, ચણા, અડદ, ગવાર સહિતની જણસીઓની પણ આવક નોંધાઈ છે.
નવા વર્ષની ખૂબ સારી શરૂઆત થઈ છે : ચેરમેન રજનીભાઈ
હળવદ માર્કેટ યાર્ડના મેનેજમેન્ટને હંમેશા સાથ સહકાર આપનાર ખેડૂતો- વેપારીઓ અને કમિશન એજન્ટને નવા વર્ષની શુભેચ્છા આપતા યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં પણ વેપારીઓ, કમિશન એજન્ટ, ખેડૂતો તેમજ હળવદ માર્કેટ યાર્ડના કર્મચારીઓ વચ્ચે સારો વ્યવહાર થાય અને હંમેશા એકબીજા સાથે મળી કામ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
યાર્ડ સાથે જોડાયેલ દરેક મિત્રોને નવા વર્ષની શુભેચ્છા : સેક્રેટરી મહેશભાઈ
આજે લાભ પાંચમના દિવસે રાબેતા મુજબ યાર્ડમા હરરાજીનું કામ શરૂ કરવામાં આવ્યું છે.સૌથી વધુ કપાસ અને મગફળીની આવક નોંધાઈ છે. જેથી માર્કેટ યાર્ડ દ્વારા અપાતી જાણકારી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને યાર્ડમાં જગ્યા મુજબ જણશીઓ લઈને આવવા યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું.
કપાસનું ઉત્પાદન ઘટ્યું, બે હજાર સુધીનો ભાવ પોસાય : ખેડૂત
- text
યાર્ડમાં કપાસ વેચવા આવેલ ખેડૂતે જણાવ્યું હતું કે વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેથી કપાસનો ભાવ 2000 સુધીનો હોય તો ખેડૂતોને પોસાય તેમ છે.
હજુ થોડું બજાર સુધરે તો ફાયદો થાય : ખેડૂત
યાર્ડમાં મગફળી વેચવા આવેલ ખેડૂતે જણાવ્યું હતું કે અમારી મગફળીના 1195 રૂપિયા ભાવ થયો.જોકે 1300 થી 1350 રૂપિયા સુધીનો મગફળીનો ભાવ રહે તો ખેડૂતોને ફાયદો થશે.
નવા વર્ષમાં કપાસની ગુણવત્તા સારી છે : વેપારી
યાર્ડના વેપારી લાલાભાઇ પટેલે જણાવ્યું હતું કે જૂના વર્ષ કરતાં નવા વર્ષમાં કપાસના ભાવમાં થોડો વધારો છે જોકે કપાસની કોલેટીમાં પણ સુધારો છે જેથી 1500 રૂપિયા સુધીનો બજાર ભાવ બોલાય છે આવો જ ભાવ રહેતો ખેડૂતોને પણ પોસાય.
નવા અને જૂના વર્ષમાં ભાવને લઈને કોઈ ફેરફાર નથી : વેપારી
યાર્ડના વેપારી અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે નવા અને જૂના વર્ષમાં મગફળીના ભાવને લઈને કાંઈ ફેરફાર નથી ઉપર બજાર પણ આવું ચાલતું હોય જોકે આવનાર દિવસોમાં મગફળીનું બજાર સુધરે તેવી આશા છે.
- text