મોરબીમાં શુક્રવારે જલારામ જયંતિએ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરાવાશે

- text


જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

 

મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ કોના હસ્તે કેક કટિંગ કરાશે તે સરપ્રાઇઝ રાખવામાં આવ્યું છે.

જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮ને શુક્રવારના રોજ જલારામ જયંતિ નિમિતે સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન, સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન, સવારે ૧૧ઃ૩૦ કલાકે-વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી અને બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.

પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. દરેક જલારામ ભક્તો ને પધારવા તેમજ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ ગ્રહણ કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો, હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ, પીજીવીસીએલના વાયરમેનોનો સમાવેશ થાય છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

- text