મોરબીના 5 મિત્રોએ ટ્રમ્પને જીતાડવા માનતા માની, આજે વિજય થતા ચાલીને શક્તિ માતાના મંદિરે ગયા

- text


ટ્રમ્પ મોદીના ખાસ મિત્ર, ટ્રમ્પની જીત સમગ્ર વિશ્વ માટે સારા સંકેતો, હવે અમેરિકામાં વસતા ભારતીયો માટે પણ સારૂ રહેશે : પાંચેય મિત્રોએ વર્ણવી માનતા પાછળની માન્યતા

મોરબી : મોરબીના પાંચ મિત્રોએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીતે તેવી માનતા માની હતી. આજે પરિણામ જાહેર થતા છે. ટ્રમ્પનો વિજય થતા આ પાંચેય મિત્રોએ શક્તિ માતાજીના મંદિરે ચાલીને જઈ ત્યાં માતાજીના દર્શન કરી પોતાની માનતા પુરી કરી છે.

મોરબીમાં વિહિપમાં જવાબદારી નિભાવી ચૂકેલા ભરતભાઈ ભાલોડીયા ઉપરાંત તેમના મિત્રો ચતુરભાઈ કાલાવડીયા, જયંતિભાઈ ભીમાણી, ખીમજીભાઈ કાલાવડીયા અને ભુદરભાઇ ભાલોડીયાએ ટ્રમ્પની જીતની માનતા માની હતી. જે તેઓએ આજે કેનાલ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે ચાલીને જઈને પૂર્ણ કરી હતી.

- text

આ માનતા માનવા પાછળનું કારણ જણાવતા ભરતભાઇ ભાલોડીયાએ જણાવ્યુ કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નોમિનેશન થયું ત્યારે જ તેઓએ માનતા માની હતી. ટ્રમ્પ નરેન્દ્રભાઈ મોદીના ખાસ મિત્ર છે. નરેન્દ્ર મોદી વિશ્વ શાંતિ માટે મુખ્ય પાયો છે. એટલે હવે તેઓની વિચારધારાને બળ મળશે. ટ્રમ્પ એટલે મોદીની અંગ્રેજી આવૃત્તિ. વિશ્વમાં રહેતા દરેક હિન્દૂ માટે આ સારા સંકેત છે. અગાઉ ટ્રમ્પએ પોતાની સભામાં એલાન પણ કર્યું હતું કે તેઓ પ્રેસિડેન્ટ બનશે એટલે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને કોઈ તકલીફ ન પડે તે માટે કાર્યવાહી કરશે.

- text