- text
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા નં- 06/2024 તા- 1-11-2024ના કામે ગુમ થનારી વ્યક્તિ કેકડીયાભાઈ ધુપસિંહ માવી (ઉંમર વર્ષ- 37) ધંધો- મજુરી કામ, હાલનું રહેઠાણ લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની બાજુમાં, મોરબી છે. તેનું મુળ રહેઠાણ પોચી આંબલી ડુંગર તા.ધાબરા જી.અલીરાજપુર વાળા ગત તારીખ 15-10-2024 ના સવારના આશરે 10 કલાક આસપાસ મોરબી તાલુકામાં લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની સામે ભંગારના ડેલા પાસેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયા છે.
- text
તેઓ શરીરે ઘઉં વર્ણના છે અને તેઓ મધ્યમ બાંધાના છે. ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની છે. તેમના જમણા હાથે ચાંદીનું કડું પહેર્યું છે અને આંગળીમાં ચાંદીની વીંટી પહેરેલી છે. જમણા હાથ ઉપર તેમનું નામ “કેકડીયા” ત્રોફાવેલું છે. તેમણે આછા કાળા રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે અને ગળાના ભાગે લાલ કલરનો ખેસ નાંખેલો છે. પગમાં ચંપલ પહેરેલા છે. તેમ ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા, એ.એસ.આઈ., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text