પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

 

જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર

સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાંત ડો. રીશીકેશ કાલરીયાની સેવા મોરબીવાસીઓને ઘરઆંગણે મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શહેરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો. રીશીકેશ કાલરીયાની ખાસ ઓપીડીનું આયોજન આગામી ગુરૂવારના રોજ કરવામાં આવ્યું છે. આ ઓપીડીમાં દર્દીઓને એન્ડોસ્કોપી કરી આપવામાં આવશે. આ માટે દર્દીઓએ ભૂખ્યા પેટે આવવાનું રહેશે.

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર આવેલ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રથમ અને ત્રીજા ગુરૂવારે સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી ડોકટર રીશીકેશ કાલરીયા દ્વારા ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા આગામી તા.7 નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 9:30થી બપોરે 2:30 વાગ્યા સુધી ઓપીડી રાખવામાં આવી છે. ડો.રીશીકેશ કાલરીયા પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત છે. તેઓએ MD (મેડીસીન) DNB (ગેસ્ટ્રોએન્ટરોલોજી) કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજી હિપેટોલોજીસ્ટ એન્ડ જી.આઈ. એન્ડોસ્કોપીસ્ટની મુંબઈની જાણીતી હિન્દુજા હોસ્પિટલમાંથી ડિગ્રી ધરાવે છે. ડો. રીશીકેશ કાલરીયા મુંબઇની હિન્દૂજા હોસ્પિટલમાં 3.5 વર્ષ, સુરતની સિડ્સ હોસ્પિટલમાં 1 વર્ષ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં પોણા પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે.

ડો.રીશીકેશ કાલરીયા અન્નનળી, પેટ(જઠર), નાના અને મોટા આંતરડા, સ્વાદુપિંડ, પિત્તાશય વગેરે રોગોના નિદાન અને સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓને લીવરના રોગો જેવા કે વાયરલ જન્ય કમળો, લીવ-સીરોસીસ,લીવર ફેઈલ્યોર વગેરે જેવા જટિલ રોગોની સારવાર કરવાનો પણ બહોળો અનુભવ છે, ડો. રીશીકેશ કાલરીયાએ પેટની એન્ડોસ્કોપિ તેમજ મોટા આંતરડાની કોલોનોસ્કોપીનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ એન્ડોસ્કોપી (દૂરબીન)થી થતી સારવાર જેવી કે Polyp(સાદી ગાંઠ) કાઢવી, કેન્સરના કે સ્ટ્રોકના દર્દીઓના ફિડિંગ ટ્યુબ (PEG) નાખવી, લોહીની ઉલ્ટી રોક્વાની સારવાર (EVL, Sclerotheropy, Glue Injection), પિત્તની નળી તેમજ સ્વાદુપિંડને લગતી સારવાર (ERCP), સંકોચાયેલી અન્નનળી પહોળી કરવી (Dilafation) કે તેમાં સ્ટેન્ટ મુકવા, બાળકો વડે ભૂલથી ગળી ગયેલ વસ્તુઓને દૂરબીનથી કાઢવી વિગેરેમાં નિપુણતા ધરાવે છે. અને તેમણે એડવાન્સ્ડ ગણાતી પ્રાસિઝર્સ જેવી કે એન્ડોસ્કોપિક સોનોગ્રાફી એન્ડોસ્કોપી વડે ગાંઠ કાઠવી (EMR, ESD), અન્નનળી અને ગુદામાર્ગ (Manometry) વિગેરેમાં પણ નિપુણતા મેળવેલ છે.

ડો..રીશીકેશ કાલરીયા દ્રારા Crohn’s Disease વિશે કરેલ રિસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય મીટીંગ (ECCO-2015) બાર્સેલોના, સ્પેન તેમજ રાષ્ટ્રીય મીટીંગ (ISGCON – મુંબઈ) ખાતે રજુ કરાયું છે. અને આ રિસર્ચ પ્રતિષ્ઠિત જર્નલ JCC માં પ્રકાશિત કરવામાં આવેલ છે. જે માટે તેમને (HG Desai – Best Paper – 2016નો એવોર્ડ એનાયત થયેલ છે. તેમજ સ્વાદુપિંડ અને આંતરડાના ટી.બી. વિશે તેમણે કરેલ રિસર્ચ જે વર્ક વિષેનું પ્રેઝન્ટેશન ગેસ્ટ્રોલોજીની રાષ્ટ્રીય મીટીંગ ISGCON-ઇન્દોર અને અમદાવાદમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

ઓપીડી તા.7/11/2024
સમય : 9:30થી બપોરે 2:30
સ્થળ : ક્રિષ્ના હોસ્પિટલ
રજિસ્ટ્રેશન માટે
મો.નં. 9725530301 
વધુ વિગત માટે 
મો.નં. 9898900079