મોરબીમાં રૂ.13.60 કરોડની છેતરપીંડીના કેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપી અઢી વર્ષ બાદ પકડાયો

- text


આઈએએસની પરીક્ષામાં પાસ થઈ ગયો હોવાનું જણાવી કરી હતી ઠગાઈ, એસઓજી ટીમે કચ્છથી પકડી પાડ્યો

મોરબી : મોરબીમાં આઈએએસની પરીક્ષામાં પાસ થઈ ગયો હોવાનું જણાવી રૂ.13.60 કરોડની ઠગાઈ કરનાર ભેજાબાજ પેરોલ ઉપરથી અઢી વર્ષ ફરાર હોય મોરબી એસઓજી ટીમે તેને કચ્છથી પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ.13.60 કરોડની છેતરપીંડીના કેસનો આરોપી વસંત કેશવજીભાઇ ભોજવીયા રહે. ભોપાલ (એમ.પી.) મુળ રહે અમદાવાદ વાળો નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી જેલ મુક્ત થયેલ હોય અને તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ હાજર થવાનું હોય પરંતુ આરોપી જેલમાં પરત આવેલ નહી. હાલ આ આરોપી જયનગર પાટીયા-કચ્છ ખાતે હોવાની હકીકત આધારે મોરબી એસઓજી ટીમે તેને હસ્તગત કરી મોરબી સબ જેલને સોપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે આરોપી વસંતકુમા કેશુભાઇ ભોજવીયાએ અન્ય આરોપીઓ સાથે મળી ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી પોતે આઇ.એ.એસ. (કલેકટર) માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરીયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે જુદી જુદી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦/- બદ ઇરાદાથી મેળવી તે રૂપીયા પરત નહી આપી અવેજીમાં ખોટા બે ડીમાન્ડ ડ્રાફટ આપી તથા સહ આરોપીને ફાઇનાન્સના અધિકારી તરીકે ઓળખાણ કરાવી જેણે ફરીયાદીને રૂ. ૩૮૦ કરોડનુ ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ છેતરપીંડી આચરી હતી.

- text