મોરબી જિલ્લાના ધાર્મિક સ્થળોએ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો 

- text


મોટી સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી

મોરબી : મોરબી જિલ્લાના અનેક ધાર્મિક સ્થળોએ બેસતા વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ આ અન્નકૂટ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

- text

ટંકારામાં વાઘેશ્વરી વાડી માતાજી મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા હતા. આ સાથે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે અન્નકુટ દર્શન અને નુતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં નગરજનો ઉમટી ધન્યતા અનુભવીને નવા વર્ષની શરૂઆત કરી હતી.આ ઉપરાંત સુર્યમુખી હનુમાનજી મંદિર ખાતે પણ બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન યોજાયા હતા. અહીં પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા.

- text