- text
મુરાનો ફેક્ટરીમાં શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ગુસ્સામાં પત્નીને છરી મારી દીધી
મોરબી : મોરબીમાં ભાઈબીજના દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પીપળી રોડ પર દંપતિ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા પતિએ પત્નિને છરીના ઘા જીકી હત્યા કરી નાંખી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પીપળી રોડ પર આવેલ મુરાનો ટાઇલ્સ ફેકટરીમાં આજે સાંજના સમયે લેબર કવાટર્સમાં રહેતા કનૈયાલાલ માલવીયા અને તેમના પત્નિ ઘાપુબેન વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા ગુસ્સામાં આવી પતિ કનૈયાલાલએ પત્ની ધપુબેનને છરીના ધા જીકી હત્યા કરી નાખી હતી.
- text
આ અંગેની તાલુકા પોલીસને જાણ થતાં ઇન્ચાર્જ પીઆઇ એન.એ.વસાવા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ બોડીને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી અને ક્યાં કારણોસર હત્યા કરી છે તે અંગેની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
- text