- text
તા. 5 નવેમ્બરના રોજ કથાનો પ્રારંભ થશે, તા. 11ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે
મોરબી : મકવાણા પરિવાર દ્વારા શ્રી મકવાણા પરિવારના સર્વે પિતૃઓના મોક્ષર્થે શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, શ્રી ધાવરી માતાજીનો નવરંગ માંડવો તથા કર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ તારીખ 5-11-2024ને મંગળવારથી થશે. તેમજ તારીખ 11-11-2024ને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે.
રામકૃષ્ણ સોસાયટી બ્લોક નં. એસ.12, કુળદેવી પાન પાછળ, સમાકાંઠે મોરબી – 2 ખાતે યોજાનાર આ સપ્તાહમાં ભાગવત આચાર્ય પ.પૂ. શાસ્ત્રી અમિતભાઇ જે. પંડ્યા મોરબી વાળા વ્યાસપીઠે બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે 9 થી 12 કલાક અને સાંજે 3 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. આ કથામાં તા. 5ના રોજ બપોરે 3 કલાકે પોથીજી યાત્રા સામૈયા, તા. 6ને બુધવારના રોજ કપિલ જન્મ તથા રાત્રે 9 કલાકે ધૂન મંડળ, તા. 7ને ગુરુવારના રોજ સાંજે 4 કલાકે વામન જન્મ, તારીખ 8ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે રામ જન્મ તથા બપોરે 4 કલાકે કૃષ્ણજન્મ, તા. 9ને શનિવારના રોજ સાંજે 4 કલાકે ગોવર્ધન પૂજન તથા રાત્રે 9 કલાકે રાસ ગરબા, તા. 10ને રવિવારના રોજ સાંજે 4 કલાકે રૂક્ષ્મણી વિવાહ તથા તા. 11ને રવિવારના રોજ સાંજે 4 કલાકે સુદામા ચરિત્ર, પિતૃયજ્ઞ અને વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
આ ઉપરાંત તારીખ 12-11-2024ને મંગળવારના રોજ શ્રી ધાવરી માતાજીના નવરંગ માંડવો તથા મનીષાબેન અને રાહુલભાઈ મકવાણાના સુપુત્ર ચી. નૈમિશની કરવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ તથા તારીખ 13-11-2024ને બુધવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધાવવામાં આવશે.
- text