- text
પાણીની લાઇન નાખવા મુદ્દે બે પરિવાર વચ્ચે જામી પડી
મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ધોકાના પડતર દિવસે બે પરિવારો વચ્ચે પાણીની લાઇન નાખવા મુદ્દે બઘડાટી બોલી ગઈ હતી અને સામસામે આવી ગયેલા બન્ને પરિવારોએ પાવડાના હાથા અને લાકડાના ધોકા સાથે મારામારી કરતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટીમાં રામપીરના મંદિર પાસે રહેતા સુનિલભાઈ ડુંગરભાઈ ચાવડાએ આરોપી (૧) પાંચાભાઇ ઉર્ફે બાઠીયો લક્ષમણભાઇ આદ્રોજા (૨) ક્રીષ્નાબેન પાંચાભાઇ ઉર્ફે બાઠીયો આદ્રોજા (૩) દીપક ઉર્ફે પેથીયો લક્ષમણભાઇ આદ્રોજા (૪) ભાનુબેન દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા (૫) સુનીલ દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા (૬) પ્રવીણ ઉર્ફે કાળભેરવ (૭) આરતીબેન પ્રવીણ ઉર્ફે કાળભેરવ (૮) હસમુખભાઇ અને (૯) હીરાબેન હસમુખભાઇ રહે બધા. લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી, મોરબી વાળાઓ વિરુદ્ધ તેઓ પાણીની લાઇન નાખતા હોય આરોપીઓએ ઝઘડો કરી પાવડાના હાથા અને લાકડાના ધોકા વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
- text
સામાપક્ષે ભંગારની ફેરી કરી જીવનનિર્વાહ કરતા પાંચાભાઇ લક્ષમણભાઇ આદ્રોજા, રહે.લીલાપર રોડ, કાળી પાટ, રામાપીરના મંદિર સામે, મોરબી વાળાએ આરોપી (૧) સુનીલ ચાવડા (૨) સંજય ચાવડા (૩) પ્રેમીલાબેન ચાવડા અને (૪) શિલ્પાબેન ચાવડા, રહે. બધા. લીલાપર રોડ, રામાપીરના મંદિર સામે, મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ તેમને નખાવેલી પાણીની લાઇન ખોદતા હોવાથી લાઈનમાં ખર્ચ આપવાનું કહેતા જ આરોપીઓએ ઝઘડો કરી ઊંધો પાવડાનો ઘા ઝીકી ઇજા પહોચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ઝઘડાના આ બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
- text