- text
ઓવરબ્રિજના કામ માટે ખોદવામાં આવેલ ખાડામા પડેલી કારને ક્રેઇનની મદદથી બહાર કઢાઈ
મોરબી : મોરબી શનિવારે સાંજના સમયે નટરાજ ફાટકે નિર્માણાધિન ઓવરબ્રિજ માટે ખોદવામાં આવેલ ખાડામાં એક કાર ખાબકતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાદમાં ક્રેઇનની મદદથી કારને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવરબ્રિજ માટે હાલમાં પીલોર માટે ખાડા કરવામાં આવ્યા છે જેમા કેસરબાગ નજીક આવા જ એક ખાડામાં હાલમાં પાણી ભરેલું હોય સાંજના સમયે એક હોન્ડા સીટી કારના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પાણી ભરેલ ખાડામાં ખાબકી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બાદમાં ક્રેઇનની મદદથી કારને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
- text