- text
મોરબી : મોરબીમાં સંગમ ફાઉન્ડેશન દ્વારા આજુબાજુના વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ, કપડાં, ફટાકડા, નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ફાઉન્ડેશનના સભ્યોએ દિવાળીના પાવન પર્વનું બાળકોને મહત્વ સમજાવ્યું હતું.
- text