- text
મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિચારોને અનુમોદન આપવા સતત સાતમાં વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલા ભારત પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આર્મી અને બીએસએફના જવાનોને મીઠાઈ અને નમકીનના વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષોથી આ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે 500 કિલોથી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓ અને નમકીનનું વિતરણ કરીને ભારતીય સેના તથા બીએસએફના જવાનો સાથે પારિવારિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે.
ફૌજી જવાનો સાથે દિવાળીની ઉજવણીમાં પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ, કોલેજના સ્ટાફ વિપુલ ગોસ્વામી તથા દીપ મણીયાર, એચડીએફસી બેન્કના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, રાયપુરના બિઝનેસમેન હિરેન કક્કડ તથા મયુર કક્કડ, પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી, સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ અગ્રણી ઉદ્યોગપતિ દિનેશ વિડજા, પિયુષ પટેલ, કમલેશ પનારા, દીપક અંબાણી, વિશાલ બાવરવા, હિરેન બાવરવા, ખોડીદાસ વીડજા, ત્રીપેશ પનારા, દીક્ષિત પનારા, મિલન ચાડમિયા તથા વિદ્યાર્થી અભિષેક વીડજા, જૈનીશ સોરીયા,ઓમ વિડજા ,હર્ષિત પનારા, સ્મિત પનારા તથા દેવષઁ ભટ્ટ જોડાયા હતા.
- text
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તથા આ પ્રોજેક્ટના માતબર ખર્ચને પહોંચી વળવા માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ કોલેજના વિદ્યાથીઓ, ભૂતપૂર્વ વિદ્યાથીઓ તથા નાના મોટા અનેક દાતાઓ તરફથી પણ ખૂબ જ સાથ સહકાર અને આર્થિક સહયોગ મળ્યો હતો તેમજ સમગ્ર પ્રોજેક્ટ માટે ગૌરીદળની પ્રખ્યાત એવી સીતારામ ડેરી તરફથી મીઠાઈ માટેના લેમિનેટેડ બોક્સ પૂરા પાડવામાં આવ્યા હતા અને તેમના તરફથી પણ દર વર્ષે સહયોગ મળે છે.
- text