- text
લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તથા જલારામ જન્મોત્સવ સમિતીના પ્રમુખ વિનોદભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે
મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૧-૨૦૨૪ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી, જલારામ જન્મોત્સવ સમિતીના વર્ષ ૨૦૨૪ના પ્રમુખ વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.
- text
જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૩૭ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૧૦૬૦ લોકો એ લાભ લીધો હતો તેમજ ૪૯૫૧ લોકોના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા. તેમ નિર્મિત કક્કડ- પ્રમુખ જલારામ સેવા મંડળ, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યાદીમાં જણાવાયું છે.
- text