- text
ફાયરની બે ટિમ આખી રાત ફિલ્ડમાં રહી, દર વર્ષની જેમ કોઈ મેજર બનાવ ન બનતા રાહત
મોરબી : મોરબીવાસીઓની દિવાળી આ વખતે સુરક્ષિત રહી છે. દિવાળીની રાત્રે માત્ર બે જ આગના સામાન્ય બનાવ બન્યા છે. બીજી તરફ ફાયર વિભાગની ટિમ સતત ફિલ્ડમાં દોડતી રહી છે.
મોરબીમાં દિવાળીએ આગના બનાવોને પહોંચી વળવા માટે ફાયર વિભાગની બે ટિમો ફિલ્ડમાં રહી હતી. એક ટિમ નવા બસ સ્ટેન્ડ પાસે અને બીજી ટિમ સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે સ્ટેન્ડ બાય રહી હતી. જેમાં 21 જવાનો હતા. દર વર્ષે સામાન્ય રીતે 10થી 15 જેટલા આગના બનાવો બનતા હોય છે. પણ આ વખતે સામાન્ય એવા બે બનાવો બન્યા હતા. વહેલી સવારે
- text
સરદારબાગ સામે ટીસીની નીચે કચરામાં આગ લાગી હતી. જ્યારે લાતી પ્લોટ 7માં બંધ જેવા કારખાનામાં રોકેટ ઉપર પડતા ભંગારમાં આગ લાગી હતી. આમ બે સામાન્ય બનાવ જ બનતા ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
- text