મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી પુત્રના પ્રથમ જન્મદીનની ઉજવણી કરતો છગ પરિવાર 

- text


મોરબી : મોરબીના છગ પરિવાર દ્વારા પુત્રના પ્રથમ જન્મદિવસના અવસરે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવાની સાથે વૃધ્ધાશ્રમના વડીલોની સાથે કેક કટીંગ કરી, જન્મદીનની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના હિરેનભાઈ છગે તેમના પુત્ર વંશ ના પ્રથમ જન્મદીન નિમિતે મોરબી જલારામ પાર્થના ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરી સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.આ તકે કમલેશભાઈ જયંતિભાઈ છગ, મીનાબેન છગ, કૌશિકભાઈ છગ, મહેકબેન છગ, હિરેનભાઈ છગ, શિતલબેન છગ, દિયાબેન છગ, વિશ્વાબેન છગ, ધાર્મિબેન છગ, મિતેશભાઈ કાથરાણી, પુજાબેન કાથરાણી સહીત ના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

- text

- text