માળિયા(મિ.)ના પંચવટી ગામે અનોખી પરંપરા : બેસતા વર્ષે યોજાઈ છે સમૂહ ભોજન 

- text


માળિયા : માળીયા મિયાણા તાલુકાનું પંચવટી (ખીરઈ) ગામ જે અલગ પહેલ સાથે વિશેષ ઓળખ ધરાવે છે. દર વર્ષે બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન સાથે ગામ સમસ્ત સમૂહભોજન થાય છે. આવતીકાલે શનિવારે પણ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

- text

આવું આયોજન કરવાનો મુખ્ય હેતુ નોકરી ધંધા અર્થે મોરબી અને અન્ય શહેરમાં વસતા લોકો કુદરતી વાતાવરણમાં ગામડે વતનમાં તહેવાર ઉજવી શકે અને એકબીજાને મળીને આનંદ કરે. જેમનો જન્મ જ બહાર શહેરમાં થયો છે એવા આવતી પેઢીના બાળકો એકબીજાને મળે અને ઓળખાણ થાય તો લગાવ રહે આવી ભાવના સાથે દર વર્ષે ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે.પર્યાવરણ માટે પણ પંચવટી પાછળ નથી. ઘણા બધાં વૃક્ષો ઉછેરી પંચવટી નામ ગામલોકોએ સાર્થક કર્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text