- text
મોરબી : દિવાળીના સપરમાં દિવસોમાં જ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા હેતલબેન મનીષભાઈ જાદવ ઉ.34 નામના પરિણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text