ટંકારાની હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર પીઆઇ, કોન્સ્ટેબલની બદલી

- text


પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી લીંબડી ડીવાયએસપીને તપાસ સોપાઈ

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ગત તા.25ના રોજ દરોડો પાડી ઇન્ચાર્જ પીઆઇ વાય.કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડતા અડધી રાત્રે નેતાઓના ફોન ગાજયા હતા પરંતુ સમગ્ર મામલે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

બીજી તરફ હોટલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડા બાદ હવે પોલીસબેડામા ખળભળાટ મચી જાય તેવા એક્શન આવ્યા છે અને રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઇન્ચાર્જ પીઆઇ વાય.કે.ગોહિલની વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text