- text
વર્ષ 2010માં પ્લોટ મંજુર થયા બાદ 14 વર્ષ કબજા મળતા ગરીબ પરિવારોમાં ખુશી
મોરબી : મોરબીના ભડીયાદ ગામમાં વર્ષ 2010માં જે.બી.પી.એલ. લાભાર્થીઓને 100 ચો વારનાં પ્લોટ ફાળવણીના હુકમ કર્યા બાદ 14-14 વર્ષ સુધી પ્લોટના કબ્જા ફાળવવામાં ન આવતા લાભાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવતા અંતે તંત્ર દ્વારા 34 પૈકી 17 લાભાર્થીઓને પ્લોટના કબજા ફાળવતા રહેવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મોરબીના ભાડિયાદમાઁ વર્ષ 2010માં 34 બીપીએલ લાભાર્થી પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ કબ્જો સોંપવામાં ણ આવતા અનિલભાઇ સી. અંબાલીયાની આગેવાનીમાં તમામ અરજદારોએ પ્રતીક ઉપવાસ કર્યા હતા. તેમજ અસંખ્ય લાગત અધિકારીઓને આવેદન આપી અને અરજીઓ કરી હતી જેના અનુસંધાને ટીડીઓએ હકારાત્મક વલણ સાથે અનિલભાઇ સી અંબાલીયા સહિતના 17 લાભાર્થીઓનેપ્લોટનાકબ્જા સોંપ્યા હતા.
- text
વધુમાં મોરબી ટીડીઓ દ્વારા ભડિયાદના લાભાર્થી પરિવારોને પ્લોટના કબ્જા સોંપવામાં આવતા લાભાર્થી પરિવારો વતી અનિલભાઇ સી. અંબાલીયાએ મોરબી જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મોરબી જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી મોરબી તેમજ લાગત કચેરીઓના અધિકારીઓના આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં તમામ 34 પ્લોટની સોસાયટીમાં સુખાકારી તેમજ પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા પૂરી પાડવા આશા વ્યક્ત કરી હતી.
- text