મોરબીવાસીઓ દિવાળીએ 50,000 કિલો મીઠાઈ આરોગી જશે

- text


મિક્સ મીઠાઈ 350થી 400 રૂપિયે કિલોગ્રામ :લોકો 30 હજાર કિલોગ્રામ ફરસાણ પણ આરોગી જશે

મોરબી : ઉદ્યોગનગરી મોરબીમાં દિવાળીના તહેવારમાં મીઠાઈનું જબરું માર્કેટ છે, દિવાળીમાં મહેમાનો માટે નાસ્તામાં મીઠાઈ આપવાનું ચલણ હોય અંદાજે 50 હજાર કિલોગ્રામ મીઠાઈ અને 30 હજાર કિલોગ્રામ ફરસાણ ખવાઈ જશે, મોરબીની બજારમાં આ વર્ષે દૂધની મિક્સ ફેન્સી મીઠાઈઓની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

દિવાળીના તહેવારમાં ફટાકડા અને મીઠાઈનું સૌથી વધુ મહત્વ હોય છે, મોરબીમાં દિવાળીએ અંદાજે 50, 000 કિલો મીઠાઈ ખવાઈ જશે આ અંગે મોરબી મીઠાઈ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ બોરડે જણાવ્યું હતું કે મોરબીમાં નાની મોટી 150 જેટલી મીઠાઈની દુકાનો આવેલી છે .આ વખતે સિરામિકમાં મંદીના કારણે વેપારમાં પણ ઘટાડો જોવા મળે છે દર વખત કરતા આ વખતે 25 % જેવો ઘટાડો જોવા મળે છે.

- text

મીઠાઈના વેપારી દીપકભાઈ કાલાવડીયાએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં દૂધની મિક્સ ફેન્સી મીઠાઈઓની સૌથી વધારે ડિમાન્ડ છે, ત્યાર પછી કાજુ કતરી અને જલેબીની ડિમાન્ડ રહે છે. મોરબીમાં દિવાળીના તહેવારમાં 30,000 કિલો જેટલું ફરસાણ પણ મોરબીવાસીઓ આરોગી જતા હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, હાલ બે દિવસથી માર્કેટમાં મીઠાઈની ખરીદી જોવા મળે છે.મોરબીની બજારમાં હાલમાં મિક્સ મીઠાઈ કિલોનો ભાવ 350 થી 400 આસપાસ વેચાઈ રહી છે.

- text