- text
મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામના બસસ્ટેન્ડ પાસે ગાડી સાઈડમાં લેવા બાબતે ઝઘડો થતા મોરબીના એક જ કુટુંબી સગા વચ્ચે ઝઘડો થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો અને બનાવ અંગે બન્ને પક્ષે મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી યદુનંદન સોસાયટીના રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાએ તેમના કૌટુંબિક સગા એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે.વૃંદાવન સોસાયટી વાળાઓ વિરુદ્ધ ગાડી સાઈડમાં લેવાનું કહેતા ઝઘડો કરી ધાતુની મુઠ મારી ઇજા પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
- text
જ્યારે સામાપક્ષે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજાએ આરોપી ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમના પિતા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા વિરુદ્ધ રસ્તામાં ગાડી નીકળી જાય તેમ છતાં ગાડી હટાવવાનું કહી ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text