- text
મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા – અમરેલી રોડ ઉપર વાડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી રોહિત ઉર્ફે બલુ બાબુભાઇ અગેચણિયાના ઘર સામે બાવળની કાટમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 120 બોટલ, કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 96 ટીન તેમજ વાઈટ લેસ વોડકાના 80 ચપલા સહિત કુલ 86,360નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે રોહિત ઉર્ફે બલુને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
- text