- text
એલસીબી ટીમે પ્લાસ્ટિકના બેરલમાં છુપાવી મંગાવેલ 848 બોટલ કબ્જે કરી
મોરબી : મોરબીના જાણીતા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બુટલેગરે પ્લાસ્ટિકના બેરલમા છુપાવી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 7 ડ્રમ કબ્જે કરી ચેક કરતા પ્લાસ્ટિકના ડ્રમમાંથી 848 બોટલ દારૂ મળી આવતા મોબાઈલ નંબરના આધારે દારૂ મંગાવનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
દિવાળી સમયે બુટલેગરો મોરબીમાં દારૂની રેલમછેલ કરવા માટે અવનવા કિમીયા અપનાવી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લાતીપ્લોટમા આવેલ લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં પ્લાસ્ટિકના ડ્રમમા છુપાવી વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો છે અને આ દારૂનો જથ્થો હાલમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પડ્યો છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા પ્લાસ્ટિકના 7 ડ્રમમાંથી વિદેશી દારૂની નાની અને મોટી મળી કુલ 848 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ મંગાવનાર શખ્સના મોબાઈલ નંબરને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ રજીસ્ટર કરાવી કુલ રૂપિયા 2,54,000નો દારૂ તેમજ 3500ની કિંમતના ડ્રમ કબજે કર્યા હતા.
- text
- text