ટંકારાના સરાયા ગામે ખેતીની જમીન મામલે બે ભાઈઓ ઉપર હુમલો

- text


જમીન વિવાદમાં કોર્ટમાં દાવો ચાલતો હોય ઝઘડો થયો

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે આવેલ જમીનમા કાનૂની વિવાદ વચ્ચે જમીનની સાફ સફાઈ કરવા ગયેલા મુળ માલિકના યુવાન પુત્ર અને તેના ભાઈ ઉપર સરાયા ગામના ચાર શખ્સોએ આ જમીન કેમ સાફ કરો છો ? કહી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રેવન્યુ સર્વે નંબર 2 પૈકી 26ની જમીન અબ્દુલભાઇ અભરામભાઈ કૈડાના પિતાજીના નામે આવેલી હોય ગત તા.29ના રોજ ફરિયાદી અબ્દુલભાઇ આ જમીનની સાફ સફાઈ કરતા હોય આરોપી અબ્દુલ જુમાભાઈ કૈડા, વસીમ અબ્દુલભાઇ કૈડા, દિલાવરભાઈ જુસબભાઈ કૈડા અને દિલાવરભાઈના દીકરાઓ જમીન ઉપર આવ્યા હતા અને આ જમીન બાબતે મોરબી કોર્ટમાં સિવિલ કેસ ચાલુ હોય તમે કેમ સાફ સફાઈ કરો છો કહી ઝઘડો કરી છરીના ઘા ઝીકી દીધા હતા. બનાવ સમયે ફરિયાદીના ભાઈ સલીમભાઈ પણ હાજર હોય આરોપીઓએ સલીમભાઈને પણ છરી મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

- text