મોરબીમાં ભારે ભીડ વચ્ચે વધુ એક બાળક વિખૂટું પડ્યું, પોલીસે વાલી સાથે કરાવ્યું મિલન

- text


 

મોરબી : મોરબીમાં ખરીદી માટે બજારોમાં ભીડ વચ્ચે વધુ એક બાળક વિખૂટું પડ્યું હોય, પોલીસ દ્વારા આ બાળકનું તેના વાલી સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

દિવાળીના તહેવારોમાં નગર દરવાજા ખાતે ખરીદી માટે ગ્રામીણ તેમજ શહેરી પ્રજા ઉમટી પડી હોય તે દરમિયાન એક બાળક પોતાના વાલીથી વીખુટુ પડી ગયું હોય, જેની જાણ પોલીસને થતા તેઓએ વાલીને શોધી બાળક સોંપ્યું હતું. આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર ટ્રાફિક- કે .એમ .છાસિયાના માર્ગદર્શનમાં સતત ટ્રાફિક નિયમન કરી રહેલ પો .સબ. ઇન્સ.ડી.બી ઠક્કર, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, ભાનુભાઈ દેવરાજભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યો રોકાયેલ હતા.

- text

- text