હળવદમાં મકાનમાંથી રેડ લેબલ સહિતની મોંઘીદાટ દારૂનો જથ્થો અને રૂ.૧૫.૫૦ લાખ રોકડા મળ્યા

- text


 

પોલીસે રૂ.૧૬.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ શખ્સની શોધખોળ હાથ ધરી

 

હળવદ : હળવદમાં પોલીસે મકાનમાં છુપાવી રાખેલ મોંઘીદાટ દારૂ અને બિયરના રૂ.૧.૩૨ લાખની કિંમતના જથ્થા અને રૂ.૧૫.૫૦ લાખની રોકડ ઝડપી લીધી છે. જ્યારે આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમી આધારે લક્ષ્મીનારાયણ ચોક પાસે જોષી ફળીમાં રહેતા ધવલભાઇ નરેન્દ્રભાઇ શુકલના ઘરની બાજુમાં જર્જરિત રહેલા અલગ અલગ મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં રેડ લેબલ, બેલેન્ટાઇન સહિતની મોંઘીદાટ દારૂની બોટલ કુલ ૧૩૮ કિ.રૂા.૧,૨૧,૦૭૯/- તથા બીયર નંગ ૧૧૬/- કિ.રૂા.૧૧,૬૦૦ તથા આરોપીના ઘરમાંથી શક પડતી મિલકત રોકડ રૂા. ૧૫,૫૦,૦૦૦/- કબ્જે કરી કુલ કિ.રૂા.૧૬,૮૨,૬૭૯/-નો મુદામાલ કબ્જે કરી આરોપી ધવલભાઇ નરેન્દ્રભાઈ શુકલ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી સ્થળ ઉપર મળી આવેલ ન હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સિસોદીયા, રમેશભાઇ મહાદેવભાઇ ગોહિલ, પો.હેડ.કોન્સ. વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડિયા, શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, વુ.પો.હેડ.કોન્સ નીરુબેન જેસીંગભાઇ, પો.કોન્સ. સાગરભાઇ ડાયાભાઇ, મયુરભાઇ સુરેશભાઇ, મનોજભાઇ ગોપાલભાઇ, પ્રફુલભાઇ હરખાભાઇ, દિપકસિંહ દશરથસિંહ રોકાયેલ હતા.

- text