- text
એલસીબી ટીમે રૂપિયા 5.77 લાખની મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદ : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના રણછોડગઢ નજીક દરોડો પાડી વિદેશી દારૂ અને બિયર ભરેલી બોલેરો ગાડી પકડી પાડી હતી. જો કે, દરોડા દરમિયાન બોલેરો ચાલક નાસી ગયો હતો.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રણછોડગઢ ગામ જવાના રસ્તેથી રેઢી હાલતમાં પડેલી જીજે – 36 – વી – 0417 નંબરની બોલેરો કાર પકડી પાડી ચેક કરતા બોલેરોમાંથી વિદેશી દારૂની નાની મોટી 489 બોટલ કિંમત રૂપિયા 2,52,246, બિયર ટીન નંગ 252 કિંમત રૂપિયા 25,452 સહિત 2,77,698 રૂપિયાનો દારૂ બિયર તેમજ 3 લાખની બોલેરો ગાડી સહિત 5,77,698નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા સમયે બોલેરો ચાલક હાજર નહિ મળી આવતા ગાડી નંબરના આધારે બોલેરો ચાલક – માલિક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text