- text
મોરબી : દિવાળીના તહેવારમાં અસામાજિક તત્વોને ઝેર કરવા મોરબી પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે ગઈકાલે સાંજના સમયે મોરબીના નવા બસસ્ટેન્ડ સામે બાપા સીતારામની મઢુંલી નજીક કેટલાક ઈસમો તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો સાથે ઉભા હોવાની બાતમીને આધારે છાપો મારી આરોપી ચિરાગભાઈ નિલેશભાઈ ગૌસ્વામી, રહીમભાઈ ઈશાકભાઈ નોતીયાર, રફીકભાઈ ઈશાભાઈ નોતીયાર, સીદીકભાઈ ગફુરભાઈ માણેક અને અલ્તાફશા ગુલાબશા શાહમદારને 4 છરી તેમજ તલવાર સાથે પકડી પાડી હથિયાર બંધીના જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.
- text
- text