મોરબીમાં દિવાળી પર્વે 1330 વાહનોનું વેચાણ

- text


ધનતેરસે 2 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ

મોરબી : દિવાળીના તહેવારોમાં નવા વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ખરીદવાનો જબરો ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે મોરબીમાં દિવાળી પર્વની શૃંખલામાં 879 મોટર સાયકલ અને 323 કાર સહિત 1330 વાહનોનું વેચાણ થયું હોવાનું તેમજ ધનતેરસે બજારમાં રૂપિયા 2 કરોડના ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતના ઉપકરણો વેચાયા હોવાનું સામે આવ્યું છે.

સીરામીક ઉદ્યોગને કારણે સમૃદ્ધ મોરબી શહેરમાં દિવાળીના તેહવારમાં નવા વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી થતી હોય છે ત્યારે આ ધનતેરસથી શરૂ થયેલ દિવાળીના તહેવારની શૃંખલામાં મોરબીમાં 1330 વાહનોનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે જેમાં 879 મોટર સાયકલ અને 323 કાર, 25 ટ્રેકટર, 40 હેવી વાહનો અને 50 થ્રિ વ્હીલર સહિતના વાહનો વેચાયા હોવાનું આરટીઓ કચેરીના આંકડા જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ દિવાળીના તહેવારમાં લોકો ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઓવન, ઘરઘંટી સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પણ ધૂમ ખરીદી કરતા હોય આ વર્ષે મોરબીમાં દિવાળીના તહેવારમાં અંદાજે 2 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું વેચાણ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

- text